Posts

Showing posts from April, 2018

LOVE

પ્રેમ આ દુનિયાનો  સૌથી વધારે complecated શબ્દ છે આ આજ નહીં તો કાલ અત્યારે નહીં તો પછી પણ ક્યારેક ને ક્યારેક દરેક ને કોઈક ની ને કોઈક ની સાથે પ્રેમ થયો જ હોય આ પ્રેમ ના પણ એના પોતાના નિયમો હોય હું કરું એટલે તારે કરવાનો તું નહીં કરે તો પણ હું તો કરવાની જ તું પ્રેમ એને કરે છે ને જીવન મારી સાથે વિતાવે છે યાર, ક્યારેય કીધું જ  નહીં કે પ્રેમ કરું છું અને એના લગ્ન થઇ ગયા આવું તો ઘણું બધું દુનિયા માં ઘણા લોકો ને ઋતુઓ અને આવતા જતા રસ્તાઓ પર ની ઘણી બધી જગ્યાઓ અને વસ્તુઓ સાથે પણ પ્રેમ થાય અને એક હું મને પ્રેમ ખબર છે કોની જોડે છે? મારા પોતાની જોડે બિલકુલ એ જ advertisement ની જેમ જેમાં વિદ્યા બાલન "ખુદ સે ખુદ કા રિશ્તા "ની વાત કરે છે હા, કરું છું હું પોતાને જ પ્રેમ સુ કરું ક્યારેય મને મારાથી સારું મળ્યું જ નથી. જીવનની દરેક ચડતી કે પડતીમાં મેં મારો સાથ નિરન્તર આપ્યો છે આગળ પણ કોઈ હશે કે નહીં જોડે , પણ હું તો હોઈશ જ હમેશા મારી સાથે ..................

સત્ય

સાચા અને ખોટાની પસન્દગીમાં  હમેશા અટવાઈ જવાય છે  મન અને મગજ ક્યારેય એક બાજુ સ્થિર રહ્યું જ ક્યાં છે  માણસ પરિસ્થિતિ પ્રમાણે બદલાય એ વાત સાચી , પણ સત્ય તો સાશ્વત હોય છે ને તો એ કેમ દરેક દ્રષ્ટિ સાથે બદલાતું રહેતું હોય છે ? એક જ વ્યક્તિ બીજા દરેક વ્યક્તિ ના વિચારો પ્રમાણે સાચો અને ખોટો બની જતો હોય છે  અને માટે જ આ તમામ પરિસ્થિતિમાં બસ એક જ સત્ય રહેતું હોય છે , પોતાના અસ્તિત્વનું સત્ય  પોતાના ઈરાદાઓનું સત્ય  માણસ પોતે જ પોતાની સાક્ષી પુરી શકે છે